પૈસા બચાવવું ક્યારેક મુશ્કેલ લાગે છે, ખાસ કરીને જ્યારે આપણા ખર્ચા વધે અને ખરીદવાની ઇચ્છા થાય.
પણ શું તમે જાણો છો કે તમે સરળ અને અમુક આસાન ટિપ્સ અપનાવીને સરળતાથી 10,000 રૂપિયા અથવા વધુ બચાવી શકો છો? આજના આ પોસ્ટમાં આવા જ ઉપયોગી અને પ્રેક્ટિકલ ટિપ્સ આપવામાં આવ્યા છે, જે તમને તમારા પૈસાની સેવિંગ વધારવામાં મદદ કરશે.
ચાલો જાણીએ આ 8.5 બચતના ટિપ્સ શું છે અને કેવી રીતે તમે આજથી જ તમારા નાણાં પર નિયંત્રણ મેળવી શકો.
પાઇનેપલ પીઝા નિયમ: ખર્ચને ફરીથી વિચારવો
કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા પૂછો: આ વસ્તુ માટે હું કેટલા પાઇનેપલ પીઝા છોડવા તૈયાર છું? એટલે કે આ ખર્ચ ની સામે તમારી તમારી પસંદગીની વસ્તુ છોડવી પડશે.
આ એક મજેદાર અને સરળ રીત છે જે તમારા ખર્ચને મહત્વપૂર્ણ બનાવે છે. જો તમે આ વસ્તુ માટે તમારા પ્રિય પાઇનેપલ પીઝા છોડવા તૈયાર ન હોવ, તો કદાચ તે ખર્ચ યોગ્ય નથી.
જેમ કે તમે ₹1,000 નું ટ્યુશન ક્લાસ લેશે તે પહેલાં વિચારો, શું આ ટ્યુશન માટે હું મારી ૩-૪ પાઇનએપલ પિઝા છોડવા તૈયાર છું?
જો તમે પિઝા છોડવાનું મુશ્કેલ સમજો તો કદાચ એ ટ્યુશન હવે તાત્કાલિક જરૂરી નથી.
પણ જો આ ટ્યુશનથી તમને એક્સામમાં સારો માર્ક્સ મળવાનો છે અને તમારું ભવિષ્ય સારા કરે તેવી આશા છે, તો એ ખર્ચ વ્યાજબી છે. આ રીતે તમે તમારા શૈક્ષણિક ખર્ચને પણ બારિકાઈથી સમજી શકો છો.
સંપૂર્ણ કિંમતનો નિયમ: ઉપયોગ પ્રમાણે ખર્ચ જુઓ
સસ્તી વસ્તુ ખરીદવી હંમેશા સારું નથી.
ઉદાહરણ તરીકે, જો તમે દરરોજ કૉફી ખરીદતા હો, તો એક સારી કૉફી મશીનમાં રોકાણ કરવું વધુ સસ્તું પડી શકે છે. દરેક વસ્તુનો ઉપયોગ અને તેની કિંમતનો સરવાળો કરો, જેથી તમે લાંબા સમય માટે સારો નિર્ણય લઈ શકો.
સેવિંગ ચેલેન્જમાં જોડાઓ
જ્યારે saving માટે accountability હોય ત્યારે બચત સરળ બને છે. કોઈ બચત ચેલેન્જમાં જોડાઓ, જેમ કે દરરોજ થોડું બચાવવું કે એક મહિના માટે અનાવશ્યક ખર્ચ ટાળવો. આ રીતે તમે તમારા saving goals સુધી પહોંચી શકો.
એક સરસ Saving ની ટ્રીક આપુ છું, જેમાં તમારે કંઈ કરવાનું નથી. તમારે દરરોજ તારીખ પ્રમાણે પૈસા બચાવવાના છે. જેમ કે આજે 1 તારીખ થઈ તો આજે તમારે 1 રૂપિયો બચાવવાનો.
એજ રીતે 2 તારીખે 2 રૂપિયા, 3 તારીખે 3 રૂપિયા એમ કરતા કરતા 31 તારીખે 31 રૂપિયા બચાવવાના છે. તો શું તમે જાણો છો કે તમે મહિને કેટલા રૂપિયા બચાવશો?
હવે તમને શોક લાગશે કે આ રીતે મહિને કુલ કેટલી બચત થશે?
Total Saving: 1+2+3+...+31 = 496 રૂપિયા!
એટલે, મહિને માત્ર થોડા રૂપિયાથી પણ તમે ₹496 સુધી બચાવી શકો છો, આ જાણીને ઘણા બધાને નવાઈ લાગશે કે બસ આટલી!!!
પણ તમે વિચારો કે તમારી ફેમિલી માં 5 ફેમિલી મેમ્બર છે અને દરેક મેમ્બર આ રીતે પૈસા બચાવે છે તો?
હવે દરેક વ્યક્તિ આ રીતે બચત કરે. તો ફેમિલીમાં દર મહિને કુલ બચત થશે:
₹496 × 5 = ₹2,480
હવે, 1 વર્ષ (12 મહિના) માટે ફેમિલી કેટલી બચત કરશે?
₹2,480 × 12 = ₹29,760
આટલી રકમ આપણા ગુજરાત માં ઘણા લોકોનું સપનું છે તમને ખબર છે!!!
અને જો આSaving તમે 5 વર્ષ સુધી ચાલુ રાખો તો?
₹29,760 × 5 = ₹1,48,800
અને ધીરે ધીરે આ બચત ખૂબ મોટી થઇ જશે.
0-3-6 ઈમર્જન્સી ફંડ નિયમ
તમારા જીવનશૈલી પ્રમાણે ઈમર્જન્સી ફંડ બનાવો. શરૂઆતમાં 3 મહિના માટેના ખર્ચ જેટલો બચાવો. જો તમારા પરિવાર પર નિર્ભર લોકો હોય કે નોકરીની સુરક્ષા ઓછી હોય, તો 6 મહિના માટે બચત રાખો. આ ફંડ તમને અચાનક પડેલા ખર્ચ સામે સુરક્ષિત રાખશે.
વેલ્થ ટ્રાયએંગલ નિયમ: તમારી પ્રગતિ માપો
તમારી ઉંમર અને આવક પરથી આશિત નેટ વર્થ કાઢો: (ઉંમર × પ્રી-ટેક્સ આવક) ÷ 10. આ સાથે તમારી વાસ્તવિક નેટ વર્થની તુલના કરો. આ સરળ ગણતરીથી તમે જાણી શકો કે તમે પૈસાની બચતમાં આગળ છો કે પાછળ.
કાર ખરીદવા માટે 20-4-10 નિયમ
કાર માટે ઓછામાં ઓછા 20% ડાઉન પેમેન્ટ કરો, લોન 4 વર્ષથી વધુ ન લો અને તમારા માસિક આવકનો 10% કરતા વધુ કાર ખર્ચ ન કરો. આ નિયમ તમારા નાણાં પર ભાર નહીં પડે તે માટે મદદ કરશે.
કિંમતથી વધુ મૂલ્ય પર ધ્યાન આપો
ફક્ત કિંમત પર નહીં, પણ વસ્તુનો તમારા જીવનમાં કયો મૂલ્ય છે તે વિચાર કરો. સુવિધા, આનંદ કે સમય બચાવવું—આ બધા પાસાઓને ધ્યાનમાં રાખીને ખર્ચ કરો.
બોનસ ટિપ: સાચો દૃષ્ટિકોણ રાખો
બચતને ત્યાગ નહીં, પરંતુ એક સકારાત્મક ચેલેન્જ તરીકે જુઓ. તમારી પ્રગતિની ઉજવણી કરો અને તમારા નાણાકીય લક્ષ્યો પર ધ્યાન રાખો.
Final Conclusion
વર્ષના 10,000 રૂપિયા બચાવવું મુશ્કેલ નથી. આ સરળ અને અસરકારક ટિપ્સ અપનાવીને તમે સરળતાથી તમારા નાણાં બચાવી શકો છો અને આર્થિક સ્વતંત્રતાની તરફ આગળ વધી શકો છો. આજે જ તમારા ખર્ચને ફરીથી વિચારવાનું શરૂ કરો, employer benefits નો લાભ લો અને તમારા financial goals માપો.
તમારા મનપસંદ saving ટિપ્સ ને નીચે કમેંટ્સમાં શેર કરો!
Post a Comment