જો હું મ્યુચ્યુઅલ ફંડમાં 10,000 રૂપિયાનું રોકાણ કરું તો શું થશે? ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન આવતો જ હશે! અને આવવો જ જોઈએ.
મિત્રો આજના સમયમાં લોકો પોતાની સવિંગ માત્ર બેન્ક ખાતામાં નહીં રાખતા, પણ તેને સારું એવું રિટર્ન આપે તેવા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન માં મૂકે છે. એમાંથી એક બેસ્ટ ઓપ્શન અને ઘણા લોકોનો પસંદીદા ઓપ્શન છે મ્યુચ્યુઅલ ફંડ.
તો ચાલો સમજીએ કે જો તમે ₹10,000 મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો શું થઈ શકે?
મ્યુચ્યુઅલ ફંડ શું છે?
મ્યુચ્યુઅલ ફંડ એ એવું ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે જેમાં મારા તમારા જેવા ઘણા બધા લોકોના પૈસા ભેગા કરીને એક બિઝનેસ ફંડ મેનેજર એ શેર, બોન્ડ, માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગેરેમાં ઇનવેસ્ટ કરી છે. દરેક રોકાણકારને તેમની મૂડી પ્રમાણે યુનિટ્સ ફાળવવામાં આવે છે. જેમ જેમ પ્રોફિટ વધે તેમ તેમ જેણે પૈસા રોકેલા છે તેમનો પણ ફાયદો થાય છે.
ચાલો હવે ગણતરી કરીએ કે ₹10,000નું મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કેટલું વધી શકે છે, એ હેતુ અને વાર્ષિક વળતરની ધારણા (return rate) પર આધાર રાખીને.
કેટલું રિટર્ન મળી શકે તેની ગણતરી
અહીં આપણે વિવિધ વાર્ષિક વળતરની દર (Annual Return Rate) સાથે 1, 3, 5 અને 10 વર્ષ માટે મૂડીનો અંદાજ લઈશું.
🎯 ધારણા:
મૂડી: ₹10,000 (એક વખતનું રોકાણ)
Return compounding annually
| વાર્ષિક વળતર | 1 વર્ષ | 3 વર્ષ | 5 વર્ષ | 10 વર્ષ |
|---|---|---|---|---|
| 6% (Low risk - Debt Fund) | ₹10,600 | ₹11,910 | ₹13,382 | ₹17,908 |
| 10% (Moderate - Hybrid Fund) | ₹11,000 | ₹13,310 | ₹16,105 | ₹25,937 |
| 14% (High risk - Equity Fund) | ₹11,400 | ₹14,801 | ₹19,197 | ₹37,079 |
ઉદાહરણ ગણતરી (10% return, 5 વર્ષ):
જો દર મહિને ૧૦૦૦૦ રૂપિયા નું રોકાણ કરીએ તો!!!
| વાર્ષિક વળતર | 1 વર્ષ | 3 વર્ષ | 5 વર્ષ | 10 વર્ષ |
|---|---|---|---|---|
| 6% (Low risk - Debt Fund) | ₹1,23,300 | ₹3,92,000 | ₹7,00,900 | ₹16,30,000 |
| 10% (Moderate - Hybrid Fund) | ₹1,25,700 | ₹4,13,000 | ₹7,87,000 | ₹20,60,000 |
| 14% (High risk - Equity Fund) | ₹1,28,200 | ₹4,37,400 | ₹8,87,300 | ₹26,50,000 |

Post a Comment